મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha news: કાંકરેજના પાદરડી ગામે જમીનના કબ્જાને લઈ પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી

Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામે

Banaskantha news: કાંકરેજના પાદરડી ગામે જમીનના કબ્જાને લઈ પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી

Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામે જમીનના કબ્જાને લઈને ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. કોર્ટના હુકમને અમલમાં મૂકવા ગયેલી પોલીસે અને સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપીની ઘટના બની હતી.

 મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા કાંકરેજના પાદરડી ગામે વર્ષોથી ચાલતા જમીન વિવાદમાં કોર્ટનો ચુકાદો મૂળ માલિકના હિતમાં આવ્યો હતો. જમીનનો કબ્જો અપાવવા પોલીસ દળ સ્થળ પર પહોંચ્યું હતું. તેમ છતાં, જમીન પર દબાણકારો દ્વારા વિરોધ થતા તણાવ વધ્યો હતો. કોર્ટના હુકમને અમલમાં મૂકવા પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ દબાણકારોએ પોલીસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપીની ઘટના બની હતી. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે વધારાનો ફોર્સ બોલાવ્યો હતો.

  હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી છે, તેમ છતાં ગામમાં તણાવપૂર્ણ શાંતિનું વાતાવરણ છે. જમીન વિવાદને લઈને બંને પક્ષો વચ્ચેનો વિવાદ હજુ ચાલુ છે, જેના નિવારણ માટે પોલીસ અને વહીવટી તંત્ર સતર્ક છે.

આ સમાચાર શેર કરો