Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Kanpur Explosion: Massive explosion in two scooters parked on Mestern Road in Kanpur, more than 6 injured

Kanpur Explosion: કાનપુરમાં મેસ્ટર્ન રોડ પર પાર્ક કરેલા બે સ્કૂટરમાં પ્રચંડ વિસ્ફોટ, 6થી વધુ ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Kanpur Explosion: કાનપુરમાં મેસ્ટર્ન રોડ પર પાર્ક કરેલા બે સ્કૂટરમાં પ્રચંડ વિસ્ફોટ, 6થી વધુ ઈજાગ્રસ્ત
સોર્સ : Google

Kanpur Explosion: ઉત્તરપ્રદેશના કાનપુરમાં બુધવારે (8 ઓક્ટોબર) બે સ્કૂટરમાં ભયંકર વિસ્ફોટની ઘટનાથી હડકંપ મચી ગયો હતો. વિસ્ફોટની ઘટના સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, કાનપુરના મેસ્ટર્ન રોડ પર આવેલી મિશ્રી બજારમાં મિશ્રી બજારમાં રસ્તાની બાજુમાં પાર્ક કરાયેલા બે સ્કૂટરમાં વિસ્ફોટ થયો હતો. જે ઘટનામાં 6થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક ઉર્સુલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ઘટનાની માહિતી મળતાં, વરિષ્ઠ અધિકારીઓ, FSLની ટીમ અને બોમ્બ સ્ક્વોર્ડ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસનું કહેવું છે કે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.

App Store

500 મીટર સુધી સંભળાયો અવાજ
બ્લાસ્ટની ઘટના બનતા જ નાસભાગ મચી હતી. લોકો રસ્તા પર ભાગતા નજરે પડ્યા હતા. બ્લાસ્ટથી બજારની અનેક દુકાનો અને ઘરોની દિવાલો ધ્રૂજી ઉઠી અને તિરાડો પડી ગઈ. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે 500 મીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો. બોમ્બ સ્ક્વોર્ડ અને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે.

પાર્ક કરાયેલા બે સ્કૂટરમાં થયો હતો વિસ્ફોટ: પોલીસ કમિશનર
ઘટના અંગે પોલીસ કમિશનર આશુતોષ કુમારે જણાવ્યું હતું કે, 'મૂળગંજ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના મિશ્રી બજાર વિસ્તારમાં પાર્ક કરેલા બે સ્કૂટરમાં આજે વિસ્ફોટ થયો હતો. આ ઘટના સાંજે 7:15 વાગ્યે બની હતી. કુલ છ લોકો ઘાયલ થયા હતા, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામની સારવાર ચાલી રહી છે અને તેઓ ખતરાથી બહાર છે. અમારી ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અમે કારણની તપાસ કરી રહ્યા છીએ. અમે સ્કૂટરોને ટ્રેસ કરી લીધા છે અને ડ્રાઇવરોની પણ પૂછપરછ કરીશું. આ અકસ્માત હતો કે કાવતરું તે પછીથી નક્કી કરવામાં આવશે.'