Video: દિલ્હીમાં યમુના નદીમાં ઝેરી ફીણના થર જામ્યા.. વાતાવરણમાં દુર્ગંધ અને સ્વાસ્થ્યનું જોખમ

રાજધાની દિલ્હીમાં યમુના નદીના પાણીમાં ફરી એકવાર ઝેરી અને સફેદ ફીણના વિશાળ થર જામ્યા છે. દિલ્હીના કાલિંદી કુંજ વિસ્તારમાંથી સામે આવેલા આ દ્રશ્યો નદીના ગંભીર પ્રદૂષણની પોલ ખોલી રહ્યા છે. નદીની સપાટી પર જાણે બરફની ચાદર પથરાઈ હોય તેવું સફેદ ફીણ છવાયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે વાતાવરણમાં દુર્ગંધ અને સ્વાસ્થ્યનું જોખમ વધ્યુ છે... તહેવારો અને ઠંડીની શરૂઆત પહેલાં જ પ્રદૂષણનું આ સ્તર તંત્રની કામગીરી પર મોટા સવાલો ઉભા કરી રહ્યું છે. જો કે, પ્રદૂષણ નિયંત્રણના દાવાઓ વચ્ચે યમુનાની આ દુર્દશા દિલ્હીના પર્યાવરણ માટે ગંભીર ચેતવણી સમાન છે.
જાહેરાત







