Video: અયોધ્યામાં યોગીએ કરી રામભક્તિ

અયોધ્યામાં ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામકથા પાર્ક ખાતે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરી હતી. તેમણે ભગવાન શ્રીરામની વિધિવત આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે યોગી આદિત્યનાથે ભગવાન રામનો પ્રતિકાત્મક રાજ્યાભિષેક પણ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સંતો મહંતોનું સન્માન કરીને તેમના આશીર્વાદ લીધા હતા. ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સંતોની ઉપસ્થિતિ જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જય શ્રીરામના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. અયોધ્યામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક આસ્થાની ઝલક જોવા મળી હતી.
જાહેરાત






