મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ સોસાયટીનો ગેટ તોડવા આવેલા પાલિકા કર્મીઓ સાથે સ્થાનિકોનું ઘર્ષણ, મહિલાઓએ JCB ઘેરી લીધું

સુરત મહાનગર પાલિકા દ્વારા જીરો દબાણની પોલિસી અંતર્ગત કામગીરી કરવામાં આવી ર

સુરત/ સોસાયટીનો ગેટ તોડવા આવેલા પાલિકા કર્મીઓ સાથે સ્થાનિકોનું ઘર્ષણ, મહિલાઓએ JCB ઘેરી લીધું

સુરત મહાનગર પાલિકા દ્વારા જીરો દબાણની પોલિસી અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સરથાણા વિસ્તારમાં સોસાયટીનો ગેટ ગેરકાયદે જગ્યા પર હોવાનું કહેવામાં આવ્યું હતું. આ ગેટનું ડિમોલિશન કરવા પહોંચેલા પાલિકા કર્મીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મોટી સંખ્યામાં એકઠી થઈ ગયેલી મહિલાઓ સહિતનાએ જેસીબી મશીનને ઘેરી લીધું હતું. 

લોકો મોટી સંખ્યામાં એકઠાં થયા

આશીર્વાદ સોસાયટીનો વર્ષો જૂનો ગેટ તોડવા આવતા વિવાદ સર્જાયો છે. 25 ફૂટનો રોડ પાલિકાએ અચાનક 30 ફૂટ કર્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યાં હતાં. સાથે જ ગેટ નહીં તોડવા દેવામાં આવે તે રીતની દલીલો પણ કરવામાં આવી હતી. જો કે, મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી પાલિકાના અધિકારીઓ પારોઠના પગલાં ભર્યા હતાં.

સ્થાનિકોના આક્ષેપ

સ્થાનિક પ્રવિણભાઈએ કહ્યું કે, આશીર્વાદ સોસાયટી વર્ષો જૂની છે. ગેટ પણ વર્ષોથી છે. ત્યારે આજે પાલિકાને અચાનક યાદ આવી ગયું છે. અમારી સોસાયટી આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થયા છે. થઈ રહ્યાં છે. તેમ છતાં પાલિકાને એ બધું દેખાતું નથી. અમારી સોસાયટીનો ગેટ દેખાયો છે. જે અમે પાડવા નહી દઈએ.

આ સમાચાર શેર કરો