મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

V.S. હોસ્પિટલમાં દર્દીઓ માટેની પથારીની ક્ષમતા ઘટાડવા કરાયો પરિપત્ર

અમદાવાદમાં આવેલ v.s. હોસ્પિટલ એટલે કે શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના બિલ્ડિંગને તોડવામા

V.S. હોસ્પિટલમાં દર્દીઓ માટેની પથારીની ક્ષમતા ઘટાડવા કરાયો પરિપત્ર

અમદાવાદમાં આવેલ v.s. હોસ્પિટલ એટલે કે શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના બિલ્ડિંગને તોડવામાં આવી રહ્યું છે. આ હોસ્પિટલ 94 વર્ષ પહેલા દાતા પરિવારોના 4 લાખના દાનમાંથી બનાવવામાં આવ્યું હતું. આ હોસ્પિટલની બિલ્ડિંગનો જૂનો અને જર્જરિત થઈ ગયેલો ભાગ દૂર કરી ત્યાં નવી બિલ્ડિંગ તૈયાર કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે કાર્યવાહી હાથ ધરી છે.

મેડીકલ સુપ્રિટેન્ડન્ટે બેડની ક્ષમતા ઘટાડવા કર્યો પરિપત્ર

હોસ્પિટલના બિલ્ડિંગ તોડવાની કામગીરી થતી હોવાથી હોસ્પિટલમાં સારવારની ક્ષમતામાં પણ ઘટાડો કરવાની ફરજ પડી છે. હાલ અહીં, 500 પથારીથી દર્દીઓની સારવાર કરવામાં આવે છે. જેને ઘટાડી 200 કરવામાં આવે તેવો મેડીકલ સુપ્રિટેન્ડન્ટે પરિપત્ર કર્યો છે. આ પરિપત્ર મુજબના આયોજન અને અમલીકરણ કરવાની કાર્યવાહી પૂર્ણતાને આરે છે.

કર્મચારીઓની અન્ય વિભાગમાં ફાળવણી 

પરિપત્રમાં હોસ્પિટલની સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી કર્મચારીઓને હંગામી ધોરણે અન્ય સંબંધિત વિભાગમાં ફાળવણી કરવામાં આવશે.  આ ઉપરાંત, હોસ્પિટલના સેનિટેશન વિભાગના વર્ગ-4માં ફરજ બજાવતા કર્મચારીઓ, L.G., ઉપરાંત શારદાબહેન હોસ્પિટલ તેમજ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પોતાના ઘરની નજીક  અનુકુળ હોય તે સ્થળ પર ફરજ બજાવવા ઈચ્છુક હોય તેમણે સેનિટેશન સુપ્રિટેન્ડન્ટને 31 જુલાઈ સુધીમાં સુપરત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ક્લિનિકલ રીસર્ચ કૌભાંડ પર પાડી દેવાયો પડદો

વી.એસ. હોસ્પિટલ માટે છેલ્લા 10 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1,735 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. આ રકમ ક્યાં અને કેટલા દર્દીઓ પાછળ ખર્ચવામાં આવી તે અંગે કોઈ વિગત જાહેર કરાઈ નથી. આ ઉપરાંત, હોસ્પિટલમાં એથીકલ કમિટી નહીં  હોવા છતાં 17થી 18 કરોડનું ક્લિનિકલ રીસર્ચ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડને લઈ ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ બોર્ડ બેઠકમાં આકરા સવાલો કર્યા હતા, પરંતુ તંત્ર તરથી  ખાસ જવાબ મળ્યો નહોતો. અલગ અલગ 58 ફાર્મા કંપનીઓએ 550 જેટલા ક્લિનિકલ ટ્રાયલ કર્યા હોવા છતાં કોઈ પણ કારણથી પોલિસ ફરિયાદ કરાઈ નથી. આ સહિત રીજશ્રી કેસરીએ આને છેતરપિંડીનો કેસ ગણાવતા આને મેડીકોલીગલ કેસ કહેવામાં આવ્યો હતો.


જર્જરિત બિલ્ડિંગ તોડાયા બાદ નવું બિલ્ડિંગ કઈ જગ્યાએ બનાવવામાં આવશે અથવા તો શું તે જ જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવાશે તેવા વિપક્ષે સવાલ ઉઠાવ્યા. જેના જવાબમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ નવુ યુનિટ  બનાવવા વિચારણા કરાશે તેવું નિવેદન આપ્યું હતું. 

આ સમાચાર શેર કરો