મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ: ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગ્રોમોર કોલેજમાં CID ક્રાઇમની તપાસ, રોકાણકાર શિક્ષકોને સંપર્ક કરવા આદેશ

ગુજરાતના 6000 કરોડના BZ કૌભાંડની તપાસ CID ક્રાઇમ કરી રહી છે. CID ક્રાઇમની તપાસ હવે

BZ કૌભાંડ: ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગ્રોમોર કોલેજમાં CID ક્રાઇમની તપાસ, રોકાણકાર શિક્ષકોને સંપર્ક કરવા આદેશ

ગુજરાતના 6000 કરોડના BZ કૌભાંડની તપાસ CID ક્રાઇમ કરી રહી છે. CID ક્રાઇમની તપાસ હવે શાળા-કોલેજોમાં પહોંચી છે. હિંમતનગરના બેરણામાં આવેલી ગ્રોમોર કોલેજમાં CID દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 6 હજાર કરોડના કૌભાંડ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની કોલેજોમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

CID ક્રાઇમે શાળા-કોલેજમાં તપાસ હાથ ધરી

6 હજાર કરોડના BZ કૌભાંડ મામલે ફરિયાદના 21 દિવસ બાદ પણ તપાસનો ધમધમાટ ચાલુ છે. આદિજાતિ વિભાગે ગ્રોમર કોલેજને ચૂકવેલી 81 લાખની ગ્રાન્ટને લઇને CID ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગ્રોમોરના મુખ્ય ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 81 લાખ તેમની કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. CIDએ વિગતો અને ફાઇલોના આધારે તપાસ શરૂ કરી છે.

બીજી તરફ હિંમતનગરમાં BZ ગ્રુપના એજન્ટ ધવલ પટેલના સંબંધિત પ્રિન્સિપાલની પણ પૂછપરછ કરવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અલગ અલગ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રિન્સિપાલે હિંમતનગર અને અમદાવાદમાં રોકાણ કર્યું હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં Cyber Fruad કરતી ગેંગ ઝડપાઈ, 42 બેંક એકાઉન્ટથી 50 કરોડથી વધુની હેરાફેરી

રોકાણ કર્યું હોય તો CID ક્રાઇમનો સંપર્ક કરો

CID ક્રાઇમ દ્વારા શિક્ષકોએ BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હોય તો સંકોચ વગર સંપર્ક કરવા સમજાવવામાં આવી રહ્યાં છે. રોકાણકાર શિક્ષકોને આગળ આવવા અપીલ કરવામાં આવી રહી છે. મહત્ત્વપૂર્ણ છે કે BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક શિક્ષકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની માહિતી મળી રહી છે.

આ સમાચાર શેર કરો