Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Cyber ​​fraud gang caught in Junagadh

જૂનાગઢમાં Cyber Fruad કરતી ગેંગ ઝડપાઈ, 42 બેંક એકાઉન્ટથી 50 કરોડથી વધુની હેરાફેરી

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2024
લાઇવ ટીવીGoogle News
જૂનાગઢમાં Cyber Fruad કરતી ગેંગ ઝડપાઈ, 42 બેંક એકાઉન્ટથી 50 કરોડથી વધુની હેરાફેરી

જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ ઉપયોગ કરી સાયબર ફ્રોડ ( Cyber Fruad)ના નાણાં ટ્રાન્સફર કરવાનો હવાલો આપતા આંતરરાષ્ટ્રીય સાઈબર ક્રિમિનલની ગેંગને જુનાગઢ રેન્જ સાઇબર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે. સાયબર ફ્રોડની રકમને વિવિધ બેન્ક એકાઉન્ટ દ્વારા 50 કરોડથી પણ વધુ રકમની હેરાફેરી કરી છે. આંતરરાજ્ય ગેંગને પકડી પાડી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

App Store

આ પણ વાંચોઃ અમદાવાદ: એરપોર્ટ પરથી થાઈલેન્ડના નાગરિક પાસેથી 5.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

જૂનાગઢમા છેલ્લા ઘણા સમયથી સાઇબર ક્રાઈમ કરનારા અપરાધીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી સાઇબર ક્રાઇમના ગુનાની અંજામ આપતા 8 શખ્સોને પકડી પાડ્યા છે. જેમાં એક મહિલા પણ સામેલ છે. જુનાગઢ રેન્જ આઈ.જી નિલેશ ઝાંઝડીયાના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા સતત વોચ રાખી અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી નાગરિકોના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી કોઈ ક્રાઈમ થઈ રહ્યો હોય તેના અનુમાનના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં આઠ શખ્સોને પકડી પાડી કાર્યવાહી કરી છે. અલગ અલગ 251 બેન્ક એકાઉન્ટમાંથી 82 બેન્ક એકાઉન્ટ વિરુદ્ધ આખા દેશમાં એનસીસીઆરટી હેઠળ 152 ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલ છે. જેની કુલ રકમ 50,32,366 રૂપિયા છે. જે 42 બેંક એકાઉન્ટમાંથી મળી આવ્યા છે. 

આ અંગે જુનાગઢ સાયબર ક્રાઇમ રેન્જ દ્વારા અભિષેક માથુકિયા, સચિન વોરા, મૂળ વિસાવદર આર્યન પઠાણ, મૂળ જુનાગઢ ધર્મેશ ગોહિલ, જુનાગઢ સતીશ કરમટા, જુનાગઢ અબ્દુલ જેઠવા, જુનાગઢ નયનાબેન ટાંકની અટકાયત કરી છે. હજુ પણ આમાં વધુ આરોપી હોવાની આશંકાને આધારે તપાસ ચાલુ છે. આ અંગે તપાસ કરનાર સાયબર ક્રાઈમ રેન્જના મુખ્ય અધિકારી સી વી નાયકે જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા લોકોના ખાતાંમાં રકમ જમા કરાવી વધુ કમિશનની લાલચ આપી કોઈને કોઈ બહાના હેઠળ રકમ ઉપાડી લેવામાં આવતી હતી. સાયબર ફ્રોડની રકમની હેરફેર માટે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થતો હોય લોકો વધુ જાગૃત થાય તે જરૂરી છે. 

જુનાગઢ આઇજી નિલેશ જાજાડીયાએ અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિને આવી રીતે લાલચ આપવામાં આવી હોય તો સાયબર ક્રાઈમમાં જાણ કરે,  નહિ તો તે પણ આવા કોઈ ગુનામાં સામેલ છે એવું ગણીને કાર્યવાહી કરવામાં આવશે.