Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Drugs worth Rs 5.50 crore seized from Thai citizen at Ahmedabad airport

અમદાવાદ: એરપોર્ટ પરથી થાઈલેન્ડના નાગરિક પાસેથી 5.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ: એરપોર્ટ પરથી થાઈલેન્ડના નાગરિક પાસેથી 5.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એક વાર કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. કસ્ટમ્સ વિભાગે રવિવારે મોડી રાત્રે થાઈલેન્ડના નાગરિક પાસેથી આ ડ્રગ્સ ઝડપ્યું છે.  કસ્ટમ્સ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર થાઈલેન્ડના પેસન્જર પાસેથી કસ્ટમ વિભાગે 5.50 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો તેની ઈન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ પાંચ કરોડ રૂપિયા થાય છે.

App Store

5.50 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો

બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટ નંબર-343માં થાઈલેન્ડનો નાગરિક મુસાફરી કરી રહ્યો હતો, તે અમદાવાદના એરપોર્ટ પર આવ્યો હતો. આ પેસન્જર ઈમીગ્રેશન કરાવ્યા બાદ બહાર નિકળતો હતો ત્યારે તેની વર્તણૂકથી કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી.

આ પણ વાંચો: VIDEO: ભાવનગર-સોમનાથ હાઈવે પર ડમ્પર અને બસ વચ્ચે ભયાનક અકસ્માત, 5થી વધુના મોત અને 10 ઘાયલ

ઈન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ પાંચ કરોડ રૂપિયા

આ કારણે તેના બેગેજને ખોલાવીને તેની ઝીણવટપૂર્વક તપાસ કરતાં કેટલીક ખાવાની સામગ્રીના પડીકાં મળ્યાં હતા. સામાન્ય રીતે આ પડીકાં કોઈ બહારની બેગમાં રાખે પણ તેને અંદરની બેગમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેનું વજન પણ સામાન્ય પડીકાં કરતાં વધારે હતું, તેથી કસ્ટમ્સ વિભાગને શંકા જતાં પેકેટની તપાસ કરી હતી. તપાસ દરમ્યાન સામે આવ્યું કે ખાદ્ય સામગ્રીના પેકેટની અંદર વેક્યુમ પેકિંગ કરીને પોલીથીન પેકેટમાં ગાંજો છૂપાવવામાં આવ્યો હતો.

અગાઉ પણ એરપોર્ટ પરથી સામે આવ્યા ડ્રગ્સના કેસ

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અગાઉ પણ પાંચ જેટલા ડ્રગ્સના કેસ થયેલા છે જેમાં પાંચ પેસેન્જરની ધરપકડ પણ કરાઈ હતી. હવે પેસેન્જર ફ્લાઈટમાં ડ્રગ્સની હેરાફેરી કરતા થઈ જતા ડી.આર.આઈ અને કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ સતર્ક થઈ ગયા છે. અગાઉ શાહીબાગ વિસ્તારમાં આવેલી કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પણ બે કરોડનો ગાંજો પાર્સલમાંથી પકડાયો હતો.