BOTAD : ગઢડામાં ક્લોરિન ગેસ લીક થતા 3ની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડાયા
Botad News : બોટાદ જિલ્લાના ગઢડા ટાઉનમાં પાણી પુરવઠાના સંપમાં ક્લોરિન ગેસ લીક થતા ત્રણ વ્યક્તિઓની તબિ

Botad News : બોટાદ જિલ્લાના ગઢડા ટાઉનમાં પાણી પુરવઠાના સંપમાં ક્લોરિન ગેસ લીક થતા ત્રણ વ્યક્તિઓની તબિયત બગડી હતી, જેમને સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગત મુજબ પાણી પુરવઠા વિભાગ દ્વારા સંચાલિત સંપની પાઇપલાઇન માંથી પસાર થતો ફ્લોરિન ગેસ લીક થઈ જતા આ સંપમાં કામ કરતા ત્રણ ચાર કર્મચારીઓની તબિયત લથડી હતી.108 મારફતે આ તમામ વ્યક્તિઓને સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અહીં મેડિકલ ઓફિસર સહિત તબીબી નિષ્ણાતો દ્વારા તપાસ કરતા દર્દીઓને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવી સ્થિતિને લઈ રેફરલ હોસ્પિટલના તબીબો દ્વારા તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.






