મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાંડેસરા વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફે

Surat news: ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાંડેસરા વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે ચાઈનીઝ દોરીનો 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

ઉત્તરાયણ પર્વને હજુ ચાર મહિના જેટલો સમય બાકી છે, તે અગાઉ સુરત SOG ને મોટી સફળતા મળી છે. પાંડેસરા વિસ્તારમાં 272 નંબરના ખાતામાં એન્જલ મોનોફિલામેન્ટ નામની કંપનીમાં રેડ કરવામાં આવી હતી, દરમિયાન 2.18 કરોડનો ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ફેક્ટરી મેનેજર પ્રમોદ મંડલની પૂછપરછ કરવામાં આવી છે. મેનેજરે પણ પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે કંપનીમાં ચાઈનીઝ દોરી બનાવવામાં આવે છે. પોલીસે ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ અને દોરી બનાવવાનું રો મટીરીયલ કબજે કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો