મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બાળકોને મળશે ફ્રી-એન્ટ્રી

Ahmedabad : ગુજરાત Ecological Education and Research-Gir Foundation દ્વારા ગાંધીનગર ખાતે જુદી-જુદી થીમ સાથે 2થી

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બાળકોને મળશે ફ્રી-એન્ટ્રી

Ahmedabad : ગુજરાત Ecological Education and Research-Gir Foundation દ્વારા ગાંધીનગર ખાતે જુદી-જુદી થીમ સાથે 2થી 8 ઓક્ટોબર દરમિયાન 'વન્યજીવ સપ્તાહ-2025' ઉજવવામાં આવશે. ત્યારે અમદાવાદમાં આાગામી 7 ઓક્ટોબર સુધી કાંકરિયા સંગ્રહાલયમાં બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બાળકોને મળશે ફ્રી-એન્ટ્રી

વન્ય પ્રાણીના સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 1થી 7 ઓક્ટોબર સુધી 12 વર્ષ સુધીના બાળકો માટે અમદાવાદના કાંકરિયા સંગ્રહાલયમાં સવારે 9થી 12 વાગ્યા સુધી મફતમાં પ્રવેશ આપવામાં આવશે. શહેરની તમામ શાળાના બાળકો પણ તેનો લાભ લઈ શકશે. દરવર્ષે મ્યુનિ, શાળાના બાળકો પણ પ્રવાસ કાર્યક્રમ યોજીને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા હોય છે. 

અમદાવાદમાં વન્ય પ્રાણીના સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 1થી 7 ઓક્ટોબર સુધી 12 વર્ષથી નાના બાળકો માટે કાંકરિયા પ્રાણી  સંગ્રહાલયમાં સવારે 9થી 12 વાગ્યા સુધી ફ્રીમાં પ્રવેશ આપવામાં આવશે. શહેરની તમામ શાળાના બાળકો પણ તેનો લાભ લઈ શકશે. દરેક વર્ષે મ્યુનિ. તથા  શાળાના બાળકો પણ અહીં પ્રવાસ કાર્યક્રમો યોજીને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા હોય છે.

અહેવાલ મુજબ વન્ય પ્રાણી પ્રત્યે બાળકોમાં જ્ઞાન અને જાગૃતતા આવે તેને લઈને જાણકારી આપવામાં આવશે. આ સિવાય વિવિધ ક્વીઝ, પોસ્ટ પ્રેઝન્ટેશન સહિતની વાઈલ્ડ લાઈફને લગતી પ્રવૃત્તિથી બાળકોમાં પર્યાવરણની સમજ પૂરી પાડવામાં આવશે. જેમાં પ્રાણી સંગ્રહાયલમાં દેશ-વિદેશના અનેક પશુ-પંખીઓને બાળકો નિહાળી શકશે. શહેરીજનોને પણ પોતાના બાળકો સાથે સંગ્રહાલયની મુલાકાતનો લાભ લેવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો