Navratri 2024:સુરતમાં આઠમે યજ્ઞમાં બાળાઓએ નવદુર્ગાનો ધારણ કર્યો વેશ, મહાઆરતીમાં દેખાઈ સોસાયટીની એકતા
નવરાત્રિ પર્વની ઘર આંગણે જ અદકેર ઉજવણી થાય તે માટે સુરતના અમરોલી વિસ્તારમાં

નવરાત્રિ પર્વની ઘર આંગણે જ અદકેર ઉજવણી થાય તે માટે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી નિલકંઠ સોસાયટીમાં આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોએ નવરાત્રિની ઉજવણી પરંપરાગત રીતે કરવાની સાથે આઠમાં નોરતે નવદુર્ગાનો યજ્ઞ યોજ્યો હતો. જેમાં નવદુર્ગાના વેશમાં આવેલી બાળકીઓએ યજ્ઞમાં આહુતી આપી હતી. સાથે જ મહાઆરતીમાં સોસાયટીના દરેક વ્યક્તિએ વરસતા વરસાદમાં હાજરી આપીને અનેકતામાં એકતાના દર્શન કરાવ્યાં હતાં.
સોસાયટીના પ્રમુખ ભરતભાઈ સોનીએ કહ્યું કે, અમારી સોસાયટીમાં દર વર્ષે દરેક તહેવાની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. અલગ અલગ સમાજ અને રાજ્યના લોકો અહિં વસવાટ કરે છે. ત્યારે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. સુરક્ષા સાથે આરાધના કરવામાં આવે છે. જેથી બાળકોથી લઈને વડિલો પણ એકસરખો આનંદ માણી શકે છે.
સાંસ્કૃતિક કમિટીના સંજયભાઈ સાલ્વીએ કહ્યું કે, દર વર્ષે અલગ અલગ રીતે માતાજીના આસન અને સ્થાપન કરવામાં આવે છે. ત્યારે આ વખતે મા અંબેને રૂદ્રાક્ષ પર બિરાજમાન કરાવવામાં આવ્યાં છે. સોસાયટીની શક્તિ સ્વરૂપ બહેનોએ તમામ આયોજનમાં ભરપૂર સાથ સહયોગ આપ્યો હતો. તમામ લોકોના એકસૂર અને સાથથી ગણેશોત્સવથી લઈને નવરાત્રિ સહિતના તમામ તહેવારો ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે.






