મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીના નખલપુરા ગામની આંગણવાડીની અવદશા, કાચા ઝૂપડાંના ઓટલા પર બાળકો બેસવા મજબૂર

નસવાડી તાલુકાના નખલપુરા ગામે નિશાળ ફળીયામાં આંગણવાડી ચાલે છે. આંગણવાડીનું મકાન ન હોવાથી 52 જેટલા બાળકો ત

નસવાડીના નખલપુરા ગામની આંગણવાડીની અવદશા, કાચા ઝૂપડાંના ઓટલા પર બાળકો બેસવા મજબૂર

નસવાડી તાલુકાના નખલપુરા ગામે નિશાળ ફળીયામાં આંગણવાડી ચાલે છે. આંગણવાડીનું મકાન ન હોવાથી 52 જેટલા બાળકો તેડાં ઘરના કાચા ઝૂંપડામાં ઓટલા ઉપર બેસે છે. જયારે બાળકોને પંખાની સુવિધા નથી. જયારે બાળકોને પૂરતી બેસવાની જગ્યા નથી. તેડાંઘરના કાચા ઝૂંપડામાં આંગણવાડી ચાલતી હોવાથી તે ઝૂંપડામાં આંગણવાડી બાળકોનો નાસ્તો પણ ત્યાં બને છે. જયારે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ત્યારે આ બાળકોને જીવનું જોખમ છે. ગરમીની સીઝનમાં બાળકો પંખા વગર સેકાઈ જાય છે. જયારે અધિકારીઓ એ.સી ચેમ્બરમાં બેસી રહે છે. હાલ તો સરકાર આંગણવાડીનું મકાન કયારે બનાવી આપશે તે તો જોવાનું રહ્યું.

આ પણ વાંચોઃ સુરતમાં પત્નીએ RTO ઈન્સ્પેક્ટર પતિને રંગરેલિયા મનાવતા પકડ્યા, પ્રેમિકા અને સાસુ-સસરા સામે ગુનો 

બાળકોને શિક્ષણથી વંચિત રાખવા પ્રયાસ

આંગણવાડી બાળકોનું શિક્ષણનું પ્રથમ પગથિયું છે. ત્યારે આવી સ્થિતિમા બાળકો અભ્યાસ કરે ત્યારે તેવાના ભવિષ્ય ઉપર ભારે અસર પડે છે. સરકાર કરોડો રૂપિયા વિકાસના કામો પાછળ ખર્ચે છે. ત્યારે આ ભૂલકાઓને આંગણવાડીનું મકાન બનાવી આપવામાં કેમ પાછી પાની કરે છે. આદિવાસી વિસ્તારમાં આંગણવાડીના ઓરડા ન બનાવીને બાળકોને શિક્ષણથી વંચિત રાખવા માટેનો પ્રયાસ તંત્રનો છે. તેવું હાલ ફલિત થઇ રહ્યું છે.

ભૂલકાઓની સ્થિતિ ભૂંડી

આદિવાસી વિસ્તારમાં શાળાના ઓરડા તો જર્જરિત છે. પરંતુ, આંગણવાડીના મકાનો ન હોય તેવી જગ્યા ઉપર સરકારે તાત્કાલિક આંગણવાડીના ઓરડા મંજુર કરી કામ શરૂ કરાવવું જોઈએ. જયારે સરકાર ઉત્સવોમા છેવાડાના માનવીનો વિકાસ થયો હોવાનું ગાણું ગાય છે. ત્યારે આ વિસ્તારોની જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને મંત્રીઓએ મુલાકાત લઇ ભૂલકાંઓની સ્થિતિ છે. તેની જાત માહિતી મેળવવી જોઈએ. નસવાડી તાલુકો અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. વિકાસના નામે ગુણગાન ગાવામાં આવે છે. પરંતુ ગામડાઓની વાસ્તવિકતા અલગ છે. હાલ તો આધુનિક યુગમાં આદિવાસી બાળકો ઝૂપડાના આટલા ઉપર બેસીને અભ્યાસ કરી રહ્યા છે.  

આ સમાચાર શેર કરો