સુરતમાં 4 દિવસથી ગૂમ થયેલો દીકરો મળ્યો, પોલીસની મહેનત રંગ લાવતા ઈદના દિવસે મુસ્લિમ પરિવારની આંખો છલકાઈ
તહેવાર સૌ કોઈ માટે આશા, આનંદ અને ઉમંગ લઈને આવતો હોય છે. ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં એક મુસ્લિમ પરિવાર ચાર દિવસથી 14

તહેવાર સૌ કોઈ માટે આશા, આનંદ અને ઉમંગ લઈને આવતો હોય છે. ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં એક મુસ્લિમ પરિવાર ચાર દિવસથી 14 વર્ષનો સગીર સંતાન લાપતા થતાં દુઃખમાં ગરકાવ થઈ ગયો હતો. એક તરફ તહેવાર નજીક હતો બીજી તરફ સંતાનની શોધ ચાલતી હતી. પોલીસે અલગ અલગ રીતે સગીરની શોધ ચાલુ કરી હતી. જેમાં 4 દિવસની જહેમત બાદ સગીર મળી આવ્યો હતો. જેથી ઈદના દિવસે જ પરિવાર સાથે મિલન કરાવતાં પોલીસ સ્ટેશનમાં હર્ષાશ્રુ વહ્યા હતાં.
ઈનામ જાહેર કરાયું
28 માર્ચ, 2025ના રોજ 14 વર્ષીય સગીર ઘરેથી પરિજનોને કહ્યાં વગર જતો રહ્યો હતો. જે મોડે સુધી પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે જુદી-જુદી ટીમો બનાવી સગીરને શોધવાની તજવીજ હાથ ધરી હતી. પરિવારે બાળક શોધી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. બાળક ગુમ થતા ચોકબજાર પોલીસ હરકતમાં આવી ગઈ હતી. સગીરને શોધવા પોલીસે એક ખાસ ટીમ બનાવી હતી, જે વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી હતી.
કામરેજથી મળ્યો સગીર
કામરેજ નજીક મળ્યો હતો. પોલીસ ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, સગીર પોતાની માતાને મળવા પગપાળા કામરેજ પહોંચ્યો હતો. ત્યાં તેની માતાએ તેને પોતાના જ ઘરે રાખી લીધો હતો.સગીરના માતા-પિતા બંનેએ અન્ય-અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા. સગીર તેના પિતા સાથે રહેતો હતો, પરંતુ પોતાની માતાની યાદ આવતા તે કામરેજ પહોંચી ગયો હતો. જ્યારે ચોકબજાર પોલીસ તેને પરત લાવી અને તેના પાલક માતા સાથે મિલન કરાવ્યું હતું, ત્યારે પોલીસ મથકમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા.








