મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શાળામાંથી અપાયેલી એજ્યુકેશન કીટના રમકડામાં બ્લાસ્ટ થતાં બાળકે ગુમાવી આંખ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બેટરી બ્લાસ્ટ થવાની ઘટનાઓ વધી રહ્યા છે. રમકડાની બેટરી બ્લાસ્ટ થવાન

શાળામાંથી અપાયેલી એજ્યુકેશન કીટના રમકડામાં બ્લાસ્ટ થતાં બાળકે ગુમાવી આંખ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બેટરી બ્લાસ્ટ થવાની ઘટનાઓ વધી રહ્યા છે. રમકડાની બેટરી બ્લાસ્ટ થવાના કારણે બાળકો ઈજાગ્રસ્ત થાય છે. આ દરમિયાન મહીસાગર જિલ્લાની એક શાળામાંથી અપાતી એજ્યુકેશન કીટના એક રમકડાની બેટરી બ્લાસ્ટ થવાના કારણે એક બાળકે આંખ ગુમાવી છે. 

જાણો શું છે મામલો?

મળતી માહિતી અનુસાર, મહીસાગર લુણાવાડાના લાલસર ખાતે આવેલ ગાયત્રી સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતા વીરેન્દ્રસિંહ ઠાકોર નામના વિદ્યાર્થીને પ્રોજેક્ટ માટે આપેલ કીટ આપવામાં આવી હતી. જે કીટમાં રહેલા કોઈ રામકડાનો પેન્સીલ સેલ ફાટતાં બાળકને આંખનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા બાળકને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. 

વીરપુર તાલુકાના કોયડમ ગામના ના વતની અને ગાયત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકને શાળામાંથી કીટ આપવામાં આવી હતી તેની પેન્સીલ બેટરી ફાટી હોવાનો પરિવારે આરોપ લગાવ્યો હતો. બાળકને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલીક સારવાર માટે લુણાવાડા અને ત્યારબાદ અમદાવાદ દાખલ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો