Video: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી નવા આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કર્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી એક સાથે અનેક નવી તબીબી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ૨ નવા આરોગ્ય કેન્દ્રો અને ૨૦ પ્રાથમિક સબ સેન્ટરો ખુલ્લા મૂક્યા છે. આ ઉપરાંત વિઠ્ઠલગઢ અને લીંબડી ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ ૫૦ બેડ ધરાવતી હોસ્પિટલોનું પણ લોકાર્પણ કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આ વિશેષ પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ દર્દીઓને પોતાના જ વિસ્તારમાં ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. નવી આરોગ્ય સુવિધાઓ કાર્યરત થતાં હવે સુરેન્દ્રનગરના અંતરિયાળ ગામડાઓના લોકોને મોટી હોસ્પિટલો સુધી લંબાવવામાંથી મુક્તિ મળશે અને સ્થાનિક સ્તરે જ ઉત્તમ સારવાર ઉપલબ્ધ બનશે.








