છોટાઉદેપુર / ઉર્ષના મેળા દરમિયાન જૂથ અથડામણ, 8 લોકો ઈજાગ્રસ્ત, 11 સામે નામજોગ સાથે 60ના ટોળા સામે નોંધાઈ ફરિયાદ
છોટાઉદેપુરમાં ઉર્ષના મેળા દરમિયાન બે કોમમાં જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ટોળાના હુમલામાં બે યુવતી સહિત આઠ લોક

છોટાઉદેપુરમાં ઉર્ષના મેળા દરમિયાન બે કોમમાં જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ટોળાના હુમલામાં બે યુવતી સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે અગિયારના નામ જોગ સાથે ૬૦ના ટોળા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે
ગતરાત્રિએ છોટાઉદેપુર નગરના કિલ્લા વિસ્તારમાં આલમ શાહ બાવાનો ઉર્ષનો કાર્યક્રમ યોજાયો હતો. ઉર્ષમાં એક મેળો પણ લાગ્યો જેમાં ચકડોળ સહિતની રાઇડ્સ લાગી હતી. છોટાઉદેપુર પોલીસ મથકમાં નોધાયેલ ફરિયાદ મુજબ મેળા દરમિયાન એક રાઈડ ઉપરથી કેટલીક હિન્દુ યુવતીઓ ઉતરતી હતી તે સમયે બે મુસ્લિમ યુવાનોએ છેડતી કરી ગાળો બોલતા યુવતી સાથે આવેલા તેના ભાઈ અને મિત્રોએ આવું ના કરવા જણાવતા મામલો બગડ્યો હતો.
જોત જોતામાં મોટું ટોળું હાથમાં હથિયારો લઈને ભેગું થઈ ગયું અને હુમલો કર્યો હતો. હુમલામાં બે યુવતીઓ સહિત આઠ લોકોને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓ (1) અરબાઝ (2) સાહિલ શેખ (3) લાલી (4) મહેબૂબ (5) લૂલી (6) લાલુ (7) સલમાન રાણા (8) સોનુ ફિરોજ (9) સાહિલ ખાન (10) બાદશાહ (11) રમજાની અને 50થી 60 લોકોના ટોળા સામે છેડતી, રાયોટિંગ સહિતના ગુનાઓ રજિસ્ટર કરી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






