Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Work on civil hospital in progressing at a slow pace

VIDEO: Chhotaudepurમાં સિવિલ હોસ્પિટલનું કામ ચાલે છે મંથર ગતિએ, દર્દીઓમાં નારાજગી 

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર એ સરહદી વિસ્તારમાં આવેલ જિલ્લો છે. છોટાઉદેપુર તાલુકો જંગલ અને ડુંગર વિસ્તારોથી ઘેરાયેલો છે. આવા વિસ્તારો માંથી દર્દીને ગમે તેમ કરીને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સુધી તો પહોંચાડવામાં આવે છે. પણ અહીં આવતા મોટે ભાગના દર્દીઓને અહીંથી અન્ય હોસ્પિટલોમાં જવાનો વારો આવે છે. ખાસ કરીને જનરલ હોસ્પિટલમાં સર્જન સિવાયના તમામ ડોક્ટરો કોન્ટ્રાક્ટ બેઝ પર છે.બાંધકામનું સંચાલન પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU) દ્વારા કરવામાં આવે છે. PIUની કચેરી છોટાઉદેપુરમાં ન હોવાથી વડોદરાની કચેરીએથી વહીવટ કરવામાં આવે છે. જેના કારણે બાંધકામની દેખરેખ અને ગુણવત્તા પર પ્રશ્નો પણ ઉભા થાય છે. કામગીરીને લઈ જુના બિલ્ડિંગની એક ભાગા તોડી નાખ્યા દવાખાનાના કેટલાક પશુઓ પણ ગુસી જતા હોય છે. અગાઉ પણ હોસ્પિટલમાં પશુઓ ફરતા હોવાના વિડિઓ પણ લોકો એ બનાવી ને વાયરલ કરાયા હતા. જેને લઈ દર્દીઓને નુકશાન થવા નવી સંભાવના પણ જોવાઈ છે. ત્યાર હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે, કે દીવાલને તોડી નાખતા પશુ ઓ ગુસી જતા હોય છે. કારણ આ હોસ્પિટલમાં ચોકીદારનો પણ અભાવ છે.

App Store