Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Stray animals and dogs are a problem municipality does not have any staff

VIDEO: Chhotaudepurમાં રખડતા પશુઓ-શ્વાનનો ત્રાસ, પાલિકા પાસે વ્યવસ્થા માટે નથી કોઈ કર્મચારી

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર નગરપાલિકામાં એસટી ડેપો વિસ્તાર તેમજ અન્ય મુખ્ય માર્ગો ઉપર લોકો અને વાહન ચાલકોને રખડતા પશુઓએ અનેક વાર ઇજાગ્રસ્ત કર્યા છે. ત્યારે નગર પાલિકાની જવાબદારી છે. રખડતા પશુઓને પકડાવાની કરોડો રૂપિયા ગ્રાન્ટ મેળવતી નગરપાલિકા વોટબેંકની રાજનીતિમાં રખડતા પશુઓને પકડવા માટે કોઈ એક્શન પ્લાન બનાવ્યો નથી. કરોડો રૂપિયા ગ્રાન્ટ આવે છે. તો પછી ઢોરડબ્બા કેમ બનાવવામાં આવતા નથી. પશુઓને પકડવા માટેની ટીમની ભરતી કેમ કરવામાં આવતી નથી. નગરપાલિકામાં સત્તાધીસો પ્રજાને રામ ભરોસે મૂકી દઈને રખડતા પશુઓને પકડવા માટે કોઈ કાર્યવાહી કરતા નથી. જેનો ભોગ પ્રજા બને છે.  

App Store

ગ્રાન્ટ નથી ફાળવી

છોટાઉદેપુર નગરમાં રખડતા શ્વાન માટે રસીકરણ અને ખસીકરણ માટે 5 લાખ રૂપિયા સરકારે એક માસથી ગ્રાન્ટ ફાળવી છે. પરંતુ, આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. રખડતા શ્વાન અનેક લોકોને કરડે છે. શ્વાનની વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આ નગરપાલિકાની જવાબદારી છે. પરંતુ, વિકાસના કામોમાં મલાઈ મળે છે. તેવા કામો કરે છે. પ્રજાના હિત માટેના ચૂંટાયેલી પાંખના નેતાઓ કામગીરી કરતા નથી જેનો આ વરવો નમૂનો છે.

ટોપિક્સ:chhotaudepurmunicipalityanimal