Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : road will be rebuilt with the seriousness of the administration

VIDEO: Chhotaudepurમાં બોડેલીમાં 4 મહિનામાં રસ્તો બન્યો જર્જરિત, તંત્રની ગંભીરતાથી ફરી બનશે રસ્તો

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના રામનગર આલિખેરવાને જોડતો રસ્તો તૂટી ગયો હતો. GSTV એ અહેવાલ પ્રસારિત કરતા સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કોન્ટ્રાકટર પાસે રસ્તો તોડીને નવો બનાવવા માટે આદેશ કરતા કોન્ટ્રાક્ટરે રસ્તો તોડવાની કામગીરી હાથ ધરી છે. સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી દ્વારા સાત જેટલી સોસાયટીને જોડતો આરસીસી રસ્તો થોડા સમય પહેલા બનાવ્યો હતો. તેની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ગેરરીતિ કરતા રસ્તામાં ખાડા પડી ગયા હતા. આરસીસી રોડમાં કપચી નીકળતી હતી. જેનાથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જેને લઈને તંત્રએ ગંભીર નોંધ લીધી હતી. હાલ રસ્તો તોડીને નવો બનાવવામાં આવી રહ્યો છે.

App Store