VIDEO: Chhotaudepurથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો બિસ્માર, દોઢ ઈંચ વરસાદથી ખાડાઓમાં ભરાયા પાણી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી બોડેલી સ્ટેચ્યુ ઑફ યુનિટી અને છોટાઉદેપુરને જોડતો રસ્તો નેશનલ હાઈવે 56 વિભાગની માલિકીનો છે. બોડેલીના મોડાસર ચોકડી પાસે થોડાક જ વરસાદમાં રોડ ઉપર પાણી ભરાયા ઘૂંટણ સમા ખાડાથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. બાઇક ચાલકોને ખાડામાં પાણી ભરાયેલા હોવાથી બાઇક બંધ પણ થઈ જતી હતી. મોડાસર ચોકડીથી બોડેલી તરફના રસ્તા ઉપર એક કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. નેશનલ હાઈવે 56 વિભાગ પાણી નિકાલ માટે યોજના બનાવે તે જરૂરી બન્યું છે. બોડેલીમાં વરસાદ સતત ચાલુ છે.

