VIDEO: Chhotaudepurની અસુવિધા પર લાજવાને બદલે ગાજ્યા MLA કહ્યું-પ્રસૂતાને જોળીમાં લઈ જવાની જામી છે હોડ
છોટાઉદેપુર ખાતે સરપંચ સંમેલન યોજાયું હતું. જેમાં કવાંટ- પાવીજેતપુર- છોટાઉદેપુર ત્રણ તાલુકાના સરપંચોને વહીવટી તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યા હતા. ગામડાઓના વિકાસની વાત અને વિકાસના ગુણગાન ગાવા માટે ઊભા થયેલા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાએ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી જોલીમાં નાખીને લઈ જવાના વીડિયો બનાવવામાં આવે છે. તે ખોટું છે. ખેતરોમાં રહેતા હોય તેઓને થોડુંક તો ચાલવું પડે ને.. જે વીડિયો બનાવે છે. તે લોકો 108નો વીડિયો બનાવતા નથી. અમે કાઈ બોલતા નથી એટલે બાકી તો દરેક જગ્યાએ રસ્તાઓ બની ગયા છે. પરંતુ છોટાઉદેપુરના ધારાસભ્ય નસવાડી તાલુકામાં તેમજ કવાંટ તાલુકામાં રહેતા આદિવાસીઓ અને સગર્ભા મહિલાઓને વીડિઓ બનાવવાની હોડ લાગી હોવાનો આક્ષેપ કર્યો હતો.સગર્ભા મહિલાઓ દર્દથી કણસતી હોય અને જોલીમાં પ્રસૂતિનો દુઃખાવો ઉપડતો હોય અને ખુલ્લામાં પ્રસૂતિ થતી હોય ત્યારે ધારાસભ્યે વીડિઓ બનાવવાની હોળ લગાવી હોવાનું મંચ ઉપરથી બોલતા સરપંચ સંમેલનમાં હાજર રહેલા સરપંચો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતાં.

