Video: કરોડોના ખર્ચે નાખેલી પાઇપલાઇન છતાં ખેતરો સુધી પાણી નહીં

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનાં કૃષ્ણપુરા, સાંઢિયા અને ઘંટોલી ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે. નર્મદા નિગમ દ્વારા ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે માઇનોર કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ કેનાલમાં પાણી ન આવતાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો નથી. ત્યારબાદ કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેમાં પણ પાણી આવતું ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ઓછા વરસાદને કારણે પાણીની જરૂરિયાત વધી છે, ત્યારે સિંચાઈના અભાવે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં ખેડૂતોએ સરકારનું ધ્યાન દોરવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતો હવે સિંચાઈનું પાણી વહેલી તકે મળે અને પાકને બચાવી શકાય તેવી માંગ કરી રહ્યા છે.








