VIDEO: Chhotaudepurના કાનાવાટનો લો લેવલ કોઝ વે પાણીમાં ગરક, લોકો કરે છે જીવના જોખમે અવરજવર
છોટાઉદેપુર તાલુકાના કાનાવાટ કાછેલ વચ્ચે આની નદી પરનો વર્ષો પહેલા બનાવવામાં આવેલા લો લેવલનો ક્રોજવે ઉપરવાસ મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે ઘરકાવ થયો છે. તેના કારણે નદીની આજુબાજુ રહેતા વિસ્તારના લોકો જીવના જોખમે અવર-જવર કરતા નજરે પડી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં નવો પુલ ન બનાવી આપતા ગ્રામજનોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

