Video: હમીરપુરામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની ખાટલા બેઠક, આદિવાસી પરિવારના ઘરે લીધું પરંપરાગત ભોજન

સોર્સ: gstv

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુરા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. રાત્રિના સમયે ગ્રામજનોએ ઢોલ-નગારાંના નાદ અને ફૂલોની વર્ષા સાથે ગૃહમંત્રીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ ગામના લોકો સાથે તાપણાના સહારે ખાટલા બેઠક યોજીને ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરી હતી. ખાસ કરીને તેમણે એક ગરીબ આદિવાસી પરિવારના ઘરે મકાઈના રોટલા, અડદની દાળ અને અડદના ઢેબરાં જેવા પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો. ગૃહમંત્રીની આ સાદગીભરી મુલાકાતને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત