VIDEO: Chhotaudepur ભોરદા આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને સ્ટાફ ગેરહાજર, ગામ લોકોમાં ફેલાયો રોષ
છોટાઉદેપુરના ભોરદા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર તેમજ સ્ટાફના નિયમિત ગેરહાજર રહેવા અંગે ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગામલોકોનું કહેવું છે કે આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવાઓના અભાવે તદ્દન ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોએ ગેરવહિવટનો પર્દાફાશ કરવા માટે વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયો દ્વારા સ્પષ્ટ થાય છે કે આરોગ્ય કેન્દ્રમાં ન તો ડોક્ટર હાજર છે ન તો અન્ય સ્ટાફ.ગામલોકોના જણાવ્યા અનુસાર આ ઘટના માત્ર એક દિવસની નહીં, પણ સતત આ સ્થિતિ રહેતી હોય છે. તબીબ અને કર્મચારીઓ નિયમિત રીતે અનિયમિત રહેતા દર્દીઓને પરેશાનીઓનો સામનો કરવો પડે છે.અહીં સુધી કે ગંભીર રોગો સાથે આવેલા દર્દીઓને પણ ખાનગી હોસ્પિટલો પર નિર્ભર રહેવું પડે છે. ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ આ અંગે ફરીથી ફરિયાદ કરવામાં આવી છે અને તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

