Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Diversion washed away by river flood in Chota Udepur's Panwad, torrential rain in 7 taluks

VIDEO: છોટા ઉદેપુરના પાનવડમાં નદીમાં પૂરથી ડાયવર્ઝન ધોવાયું, 7 તાલુકામાં ધોધમાર વરસાદ

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટા ઉદેપુર જિલ્લામાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આજે (1 જુલાઈ) વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના તમામ 7 તાલુકાઓમાં સવારથી જ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  કવાંટ તાલુકાના પાનવડમાં નદીમાં પૂરથી ડાયવર્ઝન ધોવાતા વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

App Store

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. રાજ્યમાં બુધવારે (1 જુલાઈ) સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 5 ઇંચ જેટલો વરસાદ થયો છે. આ દરમિયાન છોટા ઉદેપુરના 7 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં કવાંટ તાલુકાના પાનવડમાં નદીમાં પૂરથી ડાયવર્ઝન ધોવાતા વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ

છોટા ઉદેપુર જિલ્લામાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આજે (1 જુલાઈ) વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના તમામ 7 તાલુકાઓમાં સવારથી જ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

7 તાલુકામાં મેઘ મહેર, ખેડૂતોમાં આનંદ

જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, છોટાઉદેપુર, પાવીજેતપુર, કવાંટ અને કદવાલ સહિતના તમામ સાતેય તાલુકાઓમાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. લાંબા સમય બાદ સારો વરસાદ વરસતા જગતનો તાતમાં આનંદ છાવ્યો છે. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે, જેનાથી આગામી દિવસોમાં વાવણીની કામગીરીને મોટો વેગ મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

કવાંટ પંથકમાં ભારે વરસાદ: મેન બજાર અને ચોકડીઓ પાણી-પાણી

કવાંટ નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો હતો, જે બાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કવાંટના મેન બજાર, નસવાડી ચોકડી સહિતના નગરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

પ્રથમ વરસાદમાં જ પાનવડમાં ડાયવર્ઝન ધોવાયું, રસ્તો બંધ

ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. કવાંટ તાલુકાના પાનવડ ગામમાંથી પસાર થતી ધામની નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેવા લાગી છે. પાનવડ ગામમાંથી પસાર થવાના મુખ્ય માર્ગ પર આવેલો બ્રિજ લાંબા સમયથી જર્જરીત હોવાના કારણે તંત્ર દ્વારા વાહનોની અવરજવર માટે કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.

જો કે, ધામની નદીમાં પાણીનો પ્રવાહ વધતા આ આખું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પ્રથમ વરસાદમાં જ મુખ્ય માર્ગ બંધ થઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તંત્ર દ્વારા જર્જરીત બ્રિજની જગ્યાએ વહેલી તકે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

કવાંટ, નસવાડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પરના ડાયવર્ઝનની ખરાબ સ્થિતિ

બીજી તરફ, કવાંટમાં ભારે વરસાદી માહોલમાં કરજવાટ ગામ પાસે બ્રિજની કામગીરી ચાલતી હોય તંત્ર દ્વારા આપવામાં આવેલા ડાયવર્ઝન પરથી પાણી ફળ્યું છે. તેવામાં કવાંટ, નસવાડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પરના ડાયવર્ઝનની ખરાબ સ્થિતિના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ દરમિયાન સ્ટેટ આરએનબી વિભાગ દ્વારા કામ ચલાઉ કામગીરી કરવામાં આવી છે.