Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Development is in limbo, a woman in labor was carried two kilometers

ઝૂલતો વિકાસ! દુર્ગમ રસ્તે વાહન ન આવતાં પ્રસૂતાને 2 કિલોમીટર જોળીમાં લઈ જવાઈ

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2025
લાઇવ ટીવીGoogle News
ઝૂલતો વિકાસ! દુર્ગમ રસ્તે વાહન ન આવતાં પ્રસૂતાને 2 કિલોમીટર જોળીમાં લઈ જવાઈ

છોટાઉદેપુર જિલ્લાના ડુંગર વિસ્તારના લોકો આજે પણ પ્રસૂતા મહિલાઓને કાચા રસ્તાઓમાં ચાલતા જોળીમાં નાખી હોસ્પિટલ પહોંચાડતા હોવાના બનાવો વારંવાર સામે આવે છે. ત્યારે નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયા બારી ગામની એક મહિલાને રાત્રીના સમયે પ્રસૂતીની પીડા ઉપડી હતી. આ વિસ્તારમા રસ્તા એક દમ કાચા છે. પણ મહિલાની સ્થતિ જોતા તેને હોસ્પિટલ પહોંચાડવી હતી. કાચા રસ્તાને લઈ 108 તો આવી શકે તેમ ન હતી. ગામના યુવકો અને પરિવારજનો એ તાત્કાલિક લાકડાનો જોળો બનાવ્યો હતો. બેટરીની લાઈટના સહારે મહિલાને જોળીમાં નાખીને ચાલી નીકળ્યાં હતાં. એક કિમી ચાલ્યા બાદ મહિલાને ખાનગી વાહનમાં નાખી બે કિમી દૂર ઉભેલી 108માં મુકવામાં આવી હતી. આ દરમ્યાન સમયનો ખૂબ વ્યય થયો અને જ્યારે મહિલા બોરિયાડ સી.એસ.સી.પર પહોંચી ત્યારે મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો.

App Store

આ પણ વાંચોઃ પાનોલી GIDCમાં ચાલુ ક્રેઈર્નમાંથી પટકાયો યુવક, ટાયર માથે ફરી વળતાં નીપજ્યું મોત

હંમેશા આ પ્રકારની બને છે ઘટના

ગામના લોકોનું કહેવું છે કે, એક વાર નહિ અનેક વાર આવા બનાવી બનતા હોઇ છે. જેનું કારણ કાચા રસ્તા અને રસ્તા પણ એવા છે કે, બાઇક ચલાવવું પણ મુશ્કેલ છે. જો જરા ચૂક થાય તો ઊંડી ખીણમા ખબકવાનો ડર પ્રસૂતા મહિલા માટે તો જોળીનો જ એક માત્ર સહારો છે.રાત્રીના સમયે ડુંગર વિસ્તારના કાચા રસ્તાના ડુંગર વિસ્તારના ઢોળાવ પર ચડતા આ લોકોને પૂછો તો ખબર પડે કે, કેટલી કઠિન સમસ્યા પણ એ.સી.ચેમ્બરમાં બેસતા અધિકારીઓને તો જાણે કાઈ પડી જ હોઇ તેમ લાગી રહ્યું છે.

લોકોને નથી મળતા સવાલના જવાબ

છેવાડાના માનવી સુધી વિકાસની વાતો તો નેતા કરતા હોય છે .પરંતુ આ પણ એક ગુજરાતનું જ ગામ છે. કેમ અહી સુધી વિકાસ નથી પહોંચ્યો. કેમ આજે પણ અહીના લોકો જૂનવાણી દુનિયામાં જીવી રહ્યા છે. કેમ અહીના લોકોને પ્રાથમિક સુવિધા પણ નથી મળતી. છતાં ગામના લોકો આજે પણ વોટ લેવા આવતા નેતાઓ પાસે તેમનો મત આપી આશા દર વખતે રાખે છે. પણ આખરે તેમની આશા ઠગારી નીવડે છે. ફરી એક જીવન જીવવા મજબૂર લોકો બને છે. સરકાર ડુંગર વિસ્તારમા રહેતા લોકોની દયનીય હાલત જુવે. કેટલી મહિલાઓ પોતાનો જીવા ગુમાવશે કેટલા બાળકો માતાની છત્ર છાયા ગુમાવશે. ગામના લોકો બસ એક માંગ કરી રહ્યા છે કે, તેમના વિસ્તારમાં પાકા રસ્તા આપે.