પાનોલી GIDCમાં ચાલુ ક્રેઈર્નમાંથી પટકાયો યુવક, ટાયર માથે ફરી વળતાં નીપજ્યું મોત

પાનોલી જીઆઇડીસીમાં ચાલુ ક્રેઈર્નમાંથી યુવક પટકાતા ટાયર ફરી વળ્યું હતું. ક્રેઈર્નમાં આગળના ભાગ બેસીને યુવાન પસાર થઇ રહ્યા હતા. કોઈ કારણસર યુવક પટકાઈ જતા ક્રેઈર્નના ટાયર નીચે આવી ગયો હતો. ઘટના અંગે પાનોલી પોલીસને જાણ થતા મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો. મૃતકના પિતાની ફરિયાદ આધારે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી.
સ્પીડ બ્રેક પાસે અકસ્માત
પાનોલી જીઆઇડીસીમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં હાલ સ્ટીમ લાઈનની કામગીરી ચાલી રહી છે. પી.આર. ઇકો લિમિટેડ કંપની દ્વારા વિવિધ કંપનીમાં સ્ટીમ લાઈન ઉભી કરવા માટે કામ કરી રહી છે. દરમિયાન આજરોજ બપોર કંપનીના ક્રેઈર્ન ચાલાક ક્રેઈર્ન પર લોખંડની એંગલ લઇ બાકરોલ બ્રિજ નજીકથી પસાર થઇ રહ્યો હતો. પાનોલી એફ.એમ.સી કંપનીના યુનિટ 1 અને 2 તરફ એ એંગલને લઇ જતી વેળા બાકરોલ બ્રિજ નજીક આવેલ સ્પીડ બ્રેકર પાસે જ અકસ્માત સજર્યો હતો.
ટાયર ફરી વળ્યું
ક્રેઈર્નના આગળ આવેલા ટાયર જોડાતી ક્રેઈર્ન બોડી પર બેઠેલા મૂળ બિહાર અને હાલ ખરોડ ખાતે રહેતો 19 વર્ષીય સુમિત યાદવ રોડ આવેલા સ્પીડ બ્રેકરને લઇ ક્રેઈર્ન ઉછળતા તેને બેલેન્સ ગુમાવ્યું હતું. તે રોડ પર પટકાઈ હતો. જે પટકાતા જ તેના પર ક્રેઈર્નનું ટાયર ફરી વળ્યા હતા. જેને લઇ ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પાનોલી પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથિમક મૃતદેહને ખરોડ પી.એચ.સી સેન્ટર ખાતે પી.એમ અર્થે ખસેડાયો હતો. ક્રેઈર્ન ચાલકની પૂછપરછ કરી મૃતકના પિતાને જાણ કરી તેમની ફરિયાદ નોંધવાની તજવીજ શરુ કરી હતી.

