Video: ડાકોર રણછોડરાયજી મંદિરમાં દિવાળી પર્વની દિવ્ય ઉજવણી: શાસ્ત્રોક્ત વિધિથી ચોપડા પૂજન અને ભક્તોની ભારે ભીડ

સોર્સ: gstv

ડાકોર મંદિરમાં આદિ અનાદિ કાળથી ચાલી આવતી પરંપરા મુજબ મંદિરના મેનેજર દ્વારા વેદોક્ત વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજન દરમિયાન ચાંદીની પેન અને ચાંદીના ખાડિયાની સવિશેષ પૂજા કરાઈ હતી. કાળિયા ઠાકોરને વર્ષના આ પાંચ જ દિવસ અમૂલ્ય આભૂષણોનો અલૌકિક શણગાર કરાય છે. આ પર્વનું સૌથી મોટું આકર્ષણ સાંજે સાત કલાકે જોવા મળે છે, જ્યારે પ્રભુ વર્ષમાં માત્ર એક જ દિવસ વેપારીનું સ્વરૂપ ધારણ કરીને ભક્તોની હૂંડી સ્વીકારે છે. આ અદભુત દર્શનનો લ્હાવો લેવા દૂર-દૂરથી ભાવિકો ઉમટી પડ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત