Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Chhota Udepur: Locals in Kwant threatened to boycott the elections, know the reason for the anger among the villagers

છોટાઉદેપુર: કવાંટમાં સ્થાનિકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો ગ્રામજનોમાં રોષનું કારણ

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
છોટાઉદેપુર: કવાંટમાં સ્થાનિકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો ગ્રામજનોમાં રોષનું કારણ
સોર્સ : GSTV

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આગામી 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન થવાનું છે. આ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વરના 4 ફળીયાનો રસ્તો ન બનતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જેમાં વન વિભાગ પંચાયત માર્ગ મકાન વિભાગને રસ્તો બનાવવા માટે મંજૂરી ન આપતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે સ્થાનિકો એકઠા થઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં ખળબળાટ મચી જવા પામ્યો છે. 

App Store

અધિકારીઓએ પ્રજાની રજૂઆત ન સાંભળી

છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે તેલીબારી, ઉત્તરદળા પાદર, વાકવી આમ ચાર ફળીયાના રસ્તા બનાવવા માટે મંજૂરી આપી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ત્રણ એજન્સીઓને કામના વર્ક ઓર્ડર આપ્યા છે. 

પરંતુ છેલ્લા 8 મહિનાથી વધુ સમય થયો છતાં વન વિભાગ દ્વારા 6 કિલોમીટરનો રસ્તો બનાવવા માટે મંજૂરી ન આપતા ગ્રામજનો વારંવાર રજૂઆત કરી રહ્યા છે. જો કે, અધિકારીઓ પ્રજાની રજૂઆત ન સાંભળતા રસ્તાની સુવિધા વિના આદિવાસી સમાજના લોકો પરેશાની ભોગવી રહ્યા છે. સમગ્ર મામલે ગ્રામજનોએ ભેગા થઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. 

"અધિકારીઓ પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરતા નથી"

સ્થાનિકોનું કહેવું છે કે, વહીવટ તંત્રના અધિકારીઓ પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરતા નથી. સરકારે 15 કરોડ રૂપિયા રસ્તો બનાવવા માટે મંજૂર કર્યા, પરંતુ રસ્તો બનાવવા માટે વન વિભાગ મંજૂરી આપી રહી નથી. જંગલોમાં રહેતા આદિવાસી સમાજના લોકોને પાણી, રસ્તા સહિતની સુવિધા આપવાની ફરજ સરકારની છે. ધારાસભ્ય આ પ્રશ્નોનો નિકાલ કરવા માટે કોઈ કાર્યવાહી ન કરતા પ્રજાએ પોતાના મતનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આમ, 'સુવિધા નહીં તો વોટ નહીં' તેવું હાલ તો આ ચાર ફળીયાના લોકોએ મન બનાવ્યું છે.