VIDEO: Chhotaudepurના ચામેઠાની શાળા વિવાદમાં, વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાઈ
સોર્સ : GSTV
છોટાઉદેપુર જિલ્લાના ચામેઠા ગામની એક પ્રાથમિક શાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓ શાળાના ગેટ બહાર પાવડા લઈને સફાઈ કામ કરતા નજરે પડે છે. કેટલાક વિદ્યાર્થીઓ ડસ્ટબીનમાં કચરો પણ ભરી રહ્યા છે. આ વીડિયો સામે આવતાં સ્થાનિક યુવકે આ ઘટનાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે, “અમારા આદિવાસી બાળકોને સફાઈ જેવી મજૂરી કરાવવામાં આવશે તો તેઓ ભણશે ક્યારે?”વિચારણા જોઈએ એવી વાત એ છે કે શિક્ષકોનું કાર્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે, મજૂરી કરાવવાનું નહીં. હાલ તો આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી કાર્યવાહી થાય તેવી સ્થાનિકોએ માગ ઉઠાવી છે.

