VIDEO: Chhotaudepurમાં ST બસની અપૂરતી સુવિધાથી રોષ, વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને આપ્યું આવેદનપત્ર
સરકાર એક તરફ કહે છે સૌ ભણે સૌ આગળ વધે, બેટી પઢાઓ બેટી બચાવો.. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ છોટાઉદેપુર ખાતે કોલેજ ધોરણ 10, 11 અને 12 અને આઈટીઆઈ વગેરે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આવે છે. ગામડાઓમાથી એસટી બસ ન મળતા કલાકો સુધી બસની રાહ જોઈને બેસી રહે છે. બસ ના મળે ત્યારે ખાનગી વાહનમાં અભ્યાસ માટે જીવના જોખમે પહોંચે છે. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં 6 તાલુકામાં એસટી બસની સુવિધા ઓછી છે. ગામડાઓમાં શિક્ષણની સુવિધા સરકાર ઊભી કરતી નથી. ત્યારે આ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તાલુકો મથક ઉપર આવવું પડે છે. તાલુકા મથક આવવા માટે એસ ટી બસ સિવાય ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. ત્યારે પૂરતી એસટી બસ ગામડાઓમાં ન મળતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં બેસીને અભ્યાસ માટે આવે છે. ત્યારે સરપંચની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ એસટી ડેપો મેનેજરને આવેદન પત્ર આપ્યું હતું. એસટી બસની સુવિધાની માંગ કરી હતી.

