Surat news: નોનવેજ રેસ્ટોરન્ટમાં તંત્રનું સરપ્રાઈઝ ચેકિંગ, ગેરકાયદે દબાણો હટાવવા પણ અપાયું અલ્ટિમેટમ
સુરતના સચિન વિસ્તારમાં પોલીસ, ફૂડ અને આરોગ્ય વિભાગની સં

સુરતના સચિન વિસ્તારમાં પોલીસ, ફૂડ અને આરોગ્ય વિભાગની સંયુક્ત સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાઇ હતી, જેમાં નોનવેજ હોટલોમાંથી ખાદ્યસામગ્રીના સેમ્પલ લેવાયા હતા. સાથે જ રોડ પરથી ગેરકાયદેસર દબાણ હટાવવાની ચેતવણી આપવામાં આવી હતી.
સુરતના નવસારી રોડ પર આવેલા લાજપુર ગામની હદમાં ખાણીપીણીની હોટલો અને નોનવેજ રેસ્ટોરાંની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે બાદ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી સચિન પોલીસ, ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે આજરોજ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સાત હોટલોમાંથી ખોરાકના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેની ગુણવત્તા તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, અસ્વચ્છ હોટલો અને લારીઓ પર કાયદેસર કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો. લાજપુર હાઇવે પર આવેલી અનેક હોટલો તેમજ ચાઈનીઝ કેન્ટીનો રોડની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરી રહી હોવાનું સામે આવ્યું છે, જે બાદ આવા દબાણોને તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. ગેરકાયદે દબાણ હટાવવા સંબંધિત હોટલ માલિકોને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.






