મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાવ વિધાનસભા બેઠક પર ગુલાબ ખિલશે કે કમળ? ચૌધરી-ઠાકોર મતદારો નિર્ણાયક ભૂમિકામાં

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન યોજાશે. વાવની ચૂંટણી જીતવા માટે ભાજપ,કોં

વાવ વિધાનસભા બેઠક પર ગુલાબ ખિલશે કે કમળ? ચૌધરી-ઠાકોર મતદારો નિર્ણાયક ભૂમિકામાં

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન યોજાશે. વાવની ચૂંટણી જીતવા માટે ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે એડીચોટીનું જોર લગાવ્યું છે.  પ્રચાર શાંત થતાં જ હવે મતદારો સાથે ડોર ટુ ડોર સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે. 

વાવ વિધાનસભામાં ત્રિપાંખિયો જંગ

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે તેમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ચૂંટણી મેદાને ઉતરતાં ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. ભાજપના અસંતુષ્ટ માવજી પટેલ જે રીતે પ્રચાર કરી રહ્યાં છે અને ચૌધરી સમાજનો ટેકો મળી રહ્યો છે તે જોતાં ભાજપનું ટેન્શન વધ્યું છે.ભાજપના સમર્થક ચૌધરી મતદારો વહેંચાઇ શકે છે.

આ બેઠક પર ચૌધરી મતદારોની સાથે સાથે ઠાકોર મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. લોકસભાની બેઠક કોંગ્રેસને ફાળે જતાં વાવ વિધાનસભાની બેઠક જીતવી ભાજપ માટે જરૂરી છે તે જોતાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, ભાનુમતિબેન બાબરિયા, બચુ ખાબડ સહિત મંત્રીઓને ચૂંટણીની જવાબદારી સોપવામાં આવી છે.

ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વાવમાં ધામા નાંખ્યા છે. આખીય ભાજપની ફોજ વાવમાં ઉતરી પડી છે. આ તરફ કોંગ્રેસે પણ વર્તમાન-પૂર્વ ધારાસભ્યોની ટીમને ચૂંટણીના કામે લગાડી દીધી છે. ભાજપ,કોંગ્રેસે ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યુ છે.

આ પણ વાંચો: માવજી પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા ચૌધરી સમાજ લાલઘૂમ, વાવમાં આરપારની લડાઇના મૂડમાં

હવે મંત્રીઓથી માંડીને નેતા-કાર્યકરો વાવ, ભાભરની ગલીગલીએ ફરીને મતદારોનો સંપર્ક કરી રહ્યાં છે. પાઘડી પોલિટિક્સ બાદ આયાતી પોલિટિક્સ ખેલાયાં પછી હવે વ્યક્તિગત આક્ષેપબાજી થઇ રહી છે.વાવ બેઠક પર કૂલ મળીને ત્રણેક લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરીને જનપ્રતિનીધી ચૂંટશે.

વાવ બેઠક પર કઇ જ્ઞાતિના કેટલાં મત

ચૌધરી 50 હજાર
દલિત 42 હજાર
બ્રાહ્મણ 18 હજાર
રાજપૂત 18 હજાર
ઠાકોર 83 હજાર
મુસ્લિમ 8 હજાર
પ્રજાપતિ 12 હજાર
રબારી 25 હજાર
અન્ય 10 હજાર

આ સમાચાર શેર કરો