ડ્રગ્સનો દરિયો! ગીર સોમનાથના દરિયાકાંઠેથી ૬ કરોડનું બિનવારસી હાલતમાં ચરસ મળી આવ્યું
ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ પછી દ

ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ પછી દ્વારકાને હવે ગીર સોમનાથના દરિયાકાંઠેથી ચરસના પેકેટો મળી આવ્યા છે. ગઈકાલે કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસના 10 જેટલા પેકેટ મળી આવતા એસ.ઓ.જી પોલીસે આ પેકેટો કબજે કરીને સઘન તપાસ હાથ ધરી છે.
ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરૂ
કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી શુક્રવારે બિનવારસી હાલતમાં ચરસના 10 જેટલા પેકેટ મળી આવ્યા હતા. આ તમામ પેકેટની ખરાઈ કરવા માટે એફ.એસ.એલને જાણ કરવામાં આવી હતી બાદ એફ.એસ.એલના રિપોર્ટ મુજબ આ 10થી 12 કિલો ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર એટલે કે એક કિલોના 50 લાખ રૂપિયા અને આ ચરસ અફઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી પોલીસ દ્વારા આ બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો? કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો? તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથના દરિયાકાંઠે એક પેકેટ ડ્રગ્સનું મળી આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના દરિયાકાંઠે એક પેકેટ ડ્રગ્સનું મળી આવ્યું હતું. બાદ ફરીથી ગઈકાલે કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી મોટું પોટલું બિન વારસી મળી આવતા જેની અંદરથી 10 જેટલા પેકેટ ચરસ ના મળી આવ્યા છે.






