સુરત કલેક્ટર કચેરીમાં ગાજ્યા જય જય ગૌમાતાના નારા, ગૌરક્ષક પર થયેલા હુમલાથી વિરોધ પ્રદર્શન
સુરત કલેક્ટર કચેરી જય જય ગૌ માતાના નારા ગુંજ્યા હતાં. ઝંખવાવ ખાતે થયેલા ગૌરક્ષક પરના હુમલાના વિર

સુરત કલેક્ટર કચેરી જય જય ગૌ માતાના નારા ગુંજ્યા હતાં. ઝંખવાવ ખાતે થયેલા ગૌરક્ષક પરના હુમલાના વિરોધમાં વીએચપી, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપીને હુમલાખોરો સામે ઝડપી ન્યાયિક પ્રક્રિયા કરીને સજા અપાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
ચાર માગણીઓ કરાઈ
ઝંખવાવમાં ર મિત્રો સાથે ગયેલ ગૌરક્ષક જય પટેલ (નાગરાજ) પર કસાઈયો દ્વારા જાનથી મારી નાખવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી ગૌરક્ષકોમાં રોષ ફેલાયો છે.આ સંદર્ભે કોઈ પણ પ્રકારની ઘટના ગૌરક્ષક જય પટેલ (નાગરાજ) પર થશે તો જવાબદાર કસાઈયો અને પ્રશાસન રહશે.ગૌરક્ષોને સુરક્ષા આપવામાં આવે, કસાઈયો પર કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે, કસાઈયો હાલ સરકારી જગ્યામાં કબજો કરી રહેતા હોવાની આશંકા છે, જે યોગ્ય તપાસ કરી કબજાઓ ખાલી કરાવવામાં આવે, ઝંખવાવ ગામમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃતીની આશંકા હોઈ જેથી મરઝીદ અને મદરેસા ગેરકાયદેસર હથીયારોની તપાસ કરાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
સખત સજાની માગ
હિતેશગીરી ગૌસ્વામિએ કહ્યું કે, ઝંખવાવ ગામે કસાઈઓએ ભેગા મળીને ગૌરક્ષક પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ પ્રકારની હિંસા સહન નહીં થાય. આ પ્રકારના હુમલા કરનારને સખતમાં સખત સજા થવી જોઈએ. આ લોકો સરકારી જગ્યા પર કબ્જો કરીને રહે છે. ત્યારે તેમની કબ્જા કરેલી જગ્યા ખાલી કરાવવી જોઈએ. ટાર્ગેટ કરીને ગૌરક્ષકો પર હુમલો કરવામાં આવી રહ્યાં છે.








