મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત સરકારના વહીવટી માળખામાં ફેરફાર: 21 સંયુક્ત સચિવોની બદલી અને 39 નાયબ સચિવોને બઢતી, જુઓ આખી યાદી

Changes in the administrative structure of the Gujarat government: 21 joint secretaries transferred and 39 deputy secretaries promoted, see the entire list |

ગુજરાત સરકારના વહીવટી માળખામાં ફેરફાર: 21 સંયુક્ત સચિવોની બદલી અને 39 નાયબ સચિવોને બઢતી, જુઓ આખી યાદી
આ સમાચાર સાંભળો

ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતા સંયુક્ત સચિવ અને નાયબ સચિવ સ્તરના અધિકારીઓની સામુહિક બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગના આદેશ મુજબ વિવિધ વિભાગોમાં કાર્યરત 21 જેટલા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં નર્મદા, જળસંપત્તિ, માર્ગ અને મકાન તેમજ ગૃહ વિભાગ જેવા મહત્વના વિભાગોનો સમાવેશ થાય છે. જુઓ યાદી

આ સાથે જ, સચિવાલય સેવાના 39 જેટલા ઉપ સચિવોને નાયબ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતી આપી નવી નિમણૂકો આપવામાં આવી છે. તમામ સંબંધિત અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાત સરકારના પાંચ વરિષ્ઠ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આ હુકમ અન્વયે, સંયુક્ત સચિવ વર્ગ-1 તરીકે ફરજ બજાવતા અધિકારીઓને હંગામી ધોરણે અધિક સચિવ વર્ગ-1ના સંવર્ગમાં બઢતી આપી વિવિધ વિભાગોમાં નિમણૂંક કરવામાં આવી છે. આ અધિકારીઓનું નવું પગાર ધોરણ પે મેટ્રીક્સ લેવલ-13A મુજબ રૂ. 1,31,100થી 2,16,600 નિયત કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો