મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બુલેટ ટ્રેન જમીન મામલો: ગુજરાત સરકારના 'જોઈ લઇશું' જવાબથી કેન્દ્રના અધિકારીઓ નિરાશ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાની સરકારી જમીનનો કબજો નહી મળત

બુલેટ ટ્રેન જમીન મામલો: ગુજરાત સરકારના 'જોઈ લઇશું' જવાબથી કેન્દ્રના અધિકારીઓ નિરાશ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાની સરકારી જમીનનો કબજો નહી મળતાં આખરે દિલ્હીથી પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા પરંતુ સરકાર પાસેથી કોઈ યોગ્ય જવાબ નહી મળતા આખરે નિરાશ થવું પડયું હતું.

છેલ્લા બે વર્ષથી જમીન માટે પત્રવ્યવહાર કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ થાક્યા

ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન જ્યાં બનવાનું છે, તેમજ પાર્કિંગ અને ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ થવાનું છે તે જમીન માર્ગ અને મકાન હસ્તક આવેલી છે. આ પ્રોજેક્ટ માટે 17,908 ચો.મી.જમીન ફાળવવામાં આવી છે અને તે માટે રૂા.174.40 કરોડ એપ્રિલ 2024માં સરકારમાં જમા પણ કરાવી દેવાયા છે પરંતુ ત્યારબાદ હજી સુધી જમીનનો કબજો પ્રોજેક્ટ માટે નહીં સોંપાતા કામ અટકી ગયું છે. છેલ્લા બે વર્ષથી જમીન માટે પત્રવ્યવહાર કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ થાકી ગયા છે.

જમીનનો કબજો હજુ સુધી સોંપાયો નથી 

આજે પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રદિપ શર્મા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દિલ્હીથી વડોદરા દોડી આવ્યા હતાં. તેઓ સ્થળ પર નિરીક્ષણ કરવા ગયા હતા પરંતુ જમીનનો કબજો રાજ્ય સરકાર પાસે જ છે અને હજી સુધી સોંપાયો નહી હોવાથી સ્થળ પરથી જ રાજ્ય સરકારના અધિકારીઓને ફોન કરી સ્ટેટસ જાણવાનો પ્રયત્ન કરવા છતા 'જોઈ લઈશું' તેવો સરકારી જવાબ મળ્યો હતો.

આ સમાચાર શેર કરો