મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Independence Day 2024: રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા પર્વની નડિયાદમાં ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો ત્રિરંગો

સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજ્ય

Independence Day 2024: રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા પર્વની નડિયાદમાં ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો ત્રિરંગો

સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજ્યકક્ષનો  સ્વતંત્રતાપર્વ ખેડા જિલ્લાના નડિયાદમાં ઉજવાઈ રહ્યો છે. આજે શહેરના કપડવંજ રોડ પરના SRP કેમ્પમાં સવારે 9 કલાકે ઉજવાઈ ગયો હતો.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગો ફરકાવ્યો હતો. આજે દેશમાં 78માં  સ્વતંત્રતા પર્વની ઉજવણી થઇ રહી છે. રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો ઉભી થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગો ફરકાવ્યા પછી સંબોધન કર્યું હતું.સીએમ પટેલે ભાષણમાં કહ્યું મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન છે. સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે.

ભૂપેન્દ્ર પટેલે નડિયાદના પરેડ ગ્રાઉન્ડમાં ત્રિરંગો ફરકાવ્યો

આજે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદના પરેડ ગ્રાઉન્ડમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 'વડાપ્રધાને આત્મનિર્ભર-વિકસિત-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે અને આ વિઝનને હાંસલ કરવા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.' ઉલ્લેખનીય છે કે પરેડ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલને યાદ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં આગળ બોલતા ભારતની આઝાદીમાં જેમનો સિંહ ફાળો છે તેવા ગુજરાતના બે મહાપુરુષ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલને યાદ કરીને વંદન કર્યા હતા.' તેમજ કહ્યું હતું કે 'સરદાર પટેલે કુનેહપૂર્વક અખંડ ભારતનું નિર્માણ કર્યું છે.'

આ સમાચાર શેર કરો