મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના વેડરોડ ગુરુકુળમાં ઘનશ્યામ મહારાજના ગૃહત્યાગ દિનની ઉજવણી, વિદ્યાર્થીઓને પેંડાનું કરાયું વિતરણ

સુરતના વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ઘનશ્યામ મહારાજના ગૃહત્યાગ દિનની ઉ

સુરતના વેડરોડ ગુરુકુળમાં ઘનશ્યામ મહારાજના ગૃહત્યાગ દિનની ઉજવણી, વિદ્યાર્થીઓને પેંડાનું કરાયું વિતરણ

સુરતના વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ઘનશ્યામ મહારાજના ગૃહત્યાગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઘનશ્યામ મહારાજે ૨૩૨ વર્ષ પહેલા માત્ર ૧૧ અગિયાર વર્ષની કુમળીવયે અષાઢ સુદ - ૧૦ દશમના રોજ વહેલી સવારે ઘર છોડ્યું હતું. નવ કલાક સુધી સરયૂ નદીમાં શરીર તણાતું મેલી અયોધ્યાથી દૂર નીકળી ગયા હતાં. ૭૦૦ વિદ્યાર્થીઓને ભક્તિ તનયદાસજી સ્વામી વગેરે સંતોના હાથે પૈંડાનો પ્રસાદ અપાવ્યો હતો.

શ્રમ શરીરને અને મુશ્કેલીઓ મનને મજબૂત બનાવે છે એમ પ્રભુ સ્વામીએ આજે કહ્યું હતું. વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે અયોધ્યાથી વનમાં વિચરણ કરવા, વિવિધ મઠ મંદિરોની તીર્થયાત્રા કરવા, સાધકોની સાધનાને, ભક્તિને નજરે નિહાળવાની ઉત્કંઠા અર્થે એકલા અટૂલા નીકળ્યાં હતાં. યાત્રા કરવા ઉઘાડા પગે, કેવળ એક વસ્ત્ર પહેરીને, હાથમાં માળા, કંઠમાં શાસ્રોના સાર લખેલ પુસ્તક-ગુટકો, શાલીગ્રામ તથા બાલમુકુંદજીની મૂર્તિ, પાણીપીવા તૂંબડી, ભિક્ષાપાત્ર, બેસવા માટે મૃગચર્મ લઈને નીકળ્યાં હતાં.
       
સાત વર્ષના વનવિચરણ દરમિયાન ભારત ઉપરાંત, નેપાળ, તિબેટ, ભૂતાન, ચીન, બ્રહ્મદેશની ૧૨૫૦૦કિ.મી.ની કઠિન યાત્રા કરેલી. જેમાં કાઠમંડુ, પુલહાશ્રમ, માનસરોવર, ગંગાસાગર, જગન્નાથપુરી, તિરૂપતિ, રામેશ્વર, કન્યાકુમારી, શ્રીરંગમ, પંપા સરોવર, નાશિક થઈને ગુજરાતમાં સુરત, ચાર્ણોદ, ભીમનાથ, ગોપનાથ, તુલસીશ્યામ, સોમનાથ, ગિરનાર, થઈને લોએજ ગામે  મુક્તાનંદ સ્વામીને મળેલા.
    
બાળકોને સંબોધતા સ્વામીએ કહેલું કે બાળ ઘનશ્યામના વનવિચરણના સાહસના કારણે આજે આપણે નિર્વ્યસની અને સદાચારી જીવન જીવીએ છીએ. જો ઘનશ્યામ મહારાજે ઘર ન છોડ્યું હોત તો આજે વિશ્વભરમાં ફેલાયેલ સ્વામિનારાયણ સંપ્રદાય ન હોત, અમે સાધુ ન હોત, ૪000 ઉપરાંત મંદિરો ન હોત, ૧૫૦ ઉપરાંત ગુરૂકુલો ન હોત, તમારા જેવા બે લાખ ઉપરાંત વિદ્યાર્થીઓને ગુરુકુલોમાં ભણવાનું, સંસ્કારો લેવાનું ન મળ્યું હોત, લાખો અનુયાયીઓને નિર્વ્યસની અને સદાચારી જીવન જીવવાનું ન મળ્યું હોત.

આ સમાચાર શેર કરો