સુરતમાં બુધ્ધપૂર્ણિમાની ઉજવણી, ધમ્મ પ્રભાત રેલી યોજી બુધ્ધ વંદના કરાઈ
ભારત સહિત વિશ્વભરમાં આજે બુધ્ધપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. બુધ્ધ પૂર્

ભારત સહિત વિશ્વભરમાં આજે બુધ્ધપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. બુધ્ધ પૂર્ણિમાના દિવસે સિદ્ધાર્થ ગૌતમ બુધ્ધનો જન્મ થયો હતો. આ દિવસને દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર બુધ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા વહેલી સવારે ધમ્મ પ્રભાત રેલી યોજી બુધ્ધ વંદના કરવામાં આવી હતી.
નાગસેન નગરમાં રેલી
સિધ્ધાર્થ ગૌતમ બુધ્ધનો જન્મ ઈ.સ. 623 માં ભારતને અડીને આવેલા દક્ષિણ નેપાળના તેરાઈ ક્ષેત્રમાં સ્થિત લુમ્બિનીના બગીચામાં થયો હતો.આજે ભારત સહિત વિશ્વભરમાં ઠેર ઠેર બુધ્ધપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પર બૌધ્ધ આગેવાનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.પાંડેસરા નાગસેન નગર બુધ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા વહેલી સવારે વિસ્તારમા ધમ્મ પ્રભાત રેલી યોજી હતી.
યુવાનો જોડાયા
બુધ્ધના વિચાર લોકો સુધી પહોંચાડ્યા હતા. સાથે જ બુધ્ધને દીપ પ્રજાલિત કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પ અર્પણ કરવાની સાથે તેમના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગૌતમ બુધ્ધએ આપેલા ઉપદેશો લોકોને માહિતગાર કરવાની સાથે તેમને પાલન કરવા સૂચન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતાં.








