મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આબુમાં વિદ્યાર્થિનીઓની છેડતીના CCTV ફૂટેજ આવ્યા સામે, ગિરીશ ભીમાણી વિરુદ્ધ ABVPના ઉગ્ર દેખાવો

અમરેલીમાં વિધાસભામાં ABVPનું હલ્લાબોલ સમર્થક મુદ્દે ચર્ચામાં આવ્યું છે. નિયામક ગીરીશ ભીમાણી

અમરેલીમાં વિધાસભામાં ABVPનું હલ્લાબોલ સમર્થક મુદ્દે ચર્ચામાં આવ્યું છે. નિયામક ગીરીશ ભીમાણી દ્વારા વિધાર્થીનીઓ સાથે છેડતીનો મામલો ઉઠતા ABVP આગ્રહપૂર્વક વિરોધ કરવા આગળ આવ્યું. BCA કોલેજના કમ્પાઉન્ડમાં ABVP દ્વારા રામધૂન અને "હાય હાય"ના નારા સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

 ગીરીશ ભીમાણી રાજસ્થાનના આબુ ખાતે આઇસક્રીમ પાર્લરમાં પાંચ વિદ્યાર્થીઓની સાથે છેડતી કરી

ABVPએ ખુલાસો કર્યો કે ગીરીશ ભીમાણી રાજસ્થાનના આબુ ખાતે આઇસક્રીમ પાર્લરમાં પાંચ વિદ્યાર્થીઓની સાથે છેડતી કરી હતી અને આ ઘટના વિડીયો દ્વારા જાહેર કરવામાં આવી. ABVPએ  પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે અને નિષ્ઠાવાન પૂર્વક તપાસની માંગ કરી છે, મુદ્દો રાજકારણમાં ગરમાવો લાવ્યો છે.

ABVPનો આક્ષેપ અને પોલીસની ભૂમિકા

આજે અમરેલીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ABVPએ અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા. 13મી જાન્યુઆરીના રોજ આબુ ખાતે થયેલી છેડતીનો વીડિયો પુરાવો ABVPએ જાહેર કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ABVPનો દાવો છે કે અમરેલી પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કરી આબુ ખાતે ફરિયાદ કરવા જણાવ્યું હતું, જ્યારે ત્યાં પણ ફરિયાદ લેવાની ના પાડવામાં આવી હોવાનું સંગઠને જણાવ્યું છે.

આંદોલન ચાલુ રાખવાની ABVPએ ચીમકી ઉચ્ચારી 

વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓએ 'ગિરીશ ભીમાણી હાય હાય' ના નારા લગાવ્યા હતા અને કેમ્પસમાં રામધૂન ગાઈને નૈતિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સંગઠને માંગ કરી છે કે ગિરીશ ભીમાણી ઉપરાંત ફરિયાદ ન નોંધનાર પોલીસકર્મીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. જ્યાં સુધી આરોપી સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ABVP એ ચીમકી આપી છે, જેના કારણે વિદ્યાસભા કેમ્પસમાં હાલ ભારે તણાવની સ્થિતિ છે.

આ સમાચાર શેર કરો