નવસારીમાં ફરી કાતિલ ઠંડીથી ઠુંઠવાયું, લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી થતાં સાવચેતીની સલાહ
નવસારી શહેરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે

નવસારી શહેરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વર્તમાન અઠવાડિયામાં તાપમાન વધુ ગગડીને 18 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચોઃ સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક આવ્યો સામે, પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે કર્યો આપઘાત
13 કિમી ઝડપે ફૂંકાયો
શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 56 ટકા નોંધાયું છે અને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી મંગળવાર અને બુધવારે પણ તાપમાન 18 ડિગ્રીની નીચે જવાની સંભાવના છે, જે શહેરવાસીઓ માટે ઠંડીનો ચમકારો વધારશે.
સાવચેતીની સલાહ
હવામાન નિષ્ણાતોના મતે, રાત્રિના સમયે ઠંડીનું જોર વધુ અનુભવાય છે અને દિવસ દરમિયાન તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ તાપમાનમાં વધઘટ થવાથી લોકોને ઠંડીથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.








