Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : young man committed suicide after being fed up with Pathani extortion

સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક આવ્યો સામે, પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે કર્યો આપઘાત

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક આવ્યો સામે, પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે કર્યો આપઘાત

સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે થોડા દિવસો શાંત રહેલા વ્યાજખોરો ફરી પોતાનો આતંક દેખાડવા લાગ્યા છે. સલાબતપુરા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કરી લીધો હતો. પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે કે, વ્યાજખોરો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપતા હતાં.

App Store

આ પણ વાંચોઃ મેરેજ ફંકશનમાં પણ મહિલાઓ સેફ નથી!, લેડિઝ ટોઈલેટમાં ઘુસી વીડિયો રેકોર્ડ કરતો યુવક પકડાયો

હોસ્પિટલમાં ધમકી અપાતી હતી

મૃતકના સંબંધી રિઝવાન શેખએ કહ્યું કે, મારા ભાઈએ વ્યાજે રૂપિયા લીધા હતાં. ઈરફાન મસ્તાન શેખ મારા ભાઈનું નામ હતું. રિક્ષા ચલાવતો હતો. 15 દિવસ રૂપિયા ન આપતાં તેને હેરાન પરેશાન કરવામાં આવતો હતો. 15 તારીખે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પણ વ્યાજખોરો આવીને સાજો થઈ જા પછી રૂપિયા આપવાની માગ કરવામાં આવી હતી.

આકરા પગલાં લેવાની માગ
 
વસીમ નામનો વ્યાજખોર હોવાનું સામે આવ્યું છે. તેનો મોબાઈલ નંબર મળી આવ્યો છે. હાલ પરિવારજનોની માગ છે કે, આ પ્રકારના વ્યાજખોરો પર આકરામાં આકરી સજા થવી જોઈએ. જેના કારણે કોઈ નિર્દોષે જીવ ગુમાવવો ન પડે. હાલ અમે પોલીસ ફરિયાદ કરીને જ્યાં પણ સહકારની જરૂર પડે તે આપીશું. અમે અમારો ભાઈ ગુમાવ્યો છે. પરંતુ વ્યાજખોરો સામે આકરા પગલાં લેવામાં આવે તેવી અમારી માગ છે.