Video: કેશોદના સોંદરડા GIDCમાં લોખંડના હેવી એંગલ ધસી પડતાં માલધારી યુવકનું કરુણ મોત, ભયાનક સીસીટીવી આવ્યા સામે

જૂનાગઢના કેશોદ નજીક સોંદરડા GIDCમાં એક કારખાનાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ખુલ્લા પ્લોટમાં ઉભા કરાયેલા લોખંડના હેવી એંગલ ધસી પડતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભેંસ ચરાવી રહેલા પશુપાલક યુવક બટુક કોડિયાતર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભેંસ ભાગવા જતાં એંગલને અડી ગઈ હતી અને ભારે લોખંડના એંગલ ધસી પડ્યા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ છે,








