રખડતાં ઢોરના હુમલા વધતાં પાલિકાની આંખ ઉઘડી, પારડીમાંથી 8 પશુઓને પૂર્યા પાંજરે
વલસાડના પારડીમાં રખડતાં ઢોરના ત્રાસે માજા મૂકી છે. રાહદારીઓ પર છાસવારે હુમલાઓ ઢોર કરી રહ્યાં છે.

વલસાડના પારડીમાં રખડતાં ઢોરના ત્રાસે માજા મૂકી છે. રાહદારીઓ પર છાસવારે હુમલાઓ ઢોર કરી રહ્યાં છે. ત્યારે નાના સાથે નમાજ પઢવા જતાં બાળક પર પશુએ હુમલો કર્યાના વીડિયો વાયરલ થયા હતાં. જેના આધારે પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃદલાલને વાહન આપતાં પહેલાં સાવધાન! સુરતમાં વેપારીની મોંઘીદાટ BMW કારને આ રીતે વેચી મારી
ઢોર પકડવાની ઝુંબેશ
પારડી શહેરમાં રખડતા ઢોરોને કારણે ભારે સમસ્યા સર્જાઈ રહી છે. આ રખડતા ઢોરો ને કારણે નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તાજેતરમાં જ એક પારડી શહેરમાં મસ્જિદ પાસેથી પસાર થતા એક પુરુષ અને બાળક પર ઢોરે હુમલો કર્યો હતો. જે ઘટનાને લઇ ચિંતિત પારડી નગરપાલિકાએ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરોને ભારે જહમતે પાંજરે પૂરવામાં આવ્યા હતા.
પશુપાલકો સામે કાર્યવાહીની માગ
રસ્તા પરથી ચાર ગાય, ત્રણ બળદ, એક વાછરડું મળી નવ જેટલા પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા છે. જેની સાર સંભાળ માટે ઉંમરસાડી દેસાઈ વાડ ખાતે આવેલી કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ માં ખસેડવામાં આવ્યા છે. પારડી પાલિકાએ હાથ ધરેલી ઢોર પકડવાની કામગીરીને લઈ નગરજનોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ દૂધની ગરજ બાદ નોંધારા છોડી મૂકતા પશુઓના માલિકો સામે પણ પારડી પાલિકા કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે.








