VIDEO : થરાદમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર 3 આરોપીઓ સામે નોંધાયો ગુનો, કડક કાર્યવાહીની માંગ
બનાક્સંઠા જિલ્લાના થરાદમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર 3 આરોપીઓ સામે પોલીસે ગુન

બનાક્સંઠા જિલ્લાના થરાદમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર 3 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે, જો કે સ્થાનિકોની માંગ છે કે આ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. થરાદમાં અસામાજિક તત્ત્વો વિદ્યાર્થિની શાળાએ જતી હતી ત્યારે રસ્તામાં આંતરીને હેરાન કરતા હતા અને વિદ્યાર્થિની ઘરે હતી ત્યારે આ અસામાજિક તત્ત્વોએ ઘરમાં ઘુસી તેનો હાથ પકડીને એકટીવા પર બેસાડી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આસપાસના લોકોએ બુમાબુમ કરતા બે આરોપીઓ ભાગી ગયા હતા અને મુખ્ય આરોપી મલુપુર ગામનો અલ્પેશ રબારી ઝડપાઈ જતા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.




