દાહોદના મતવામાં પાણીના વહેણમાં તણાઈ કાર, બે લોકોનો આબાદ બચાવ તો બે લાપતા
રાજ્યના વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક સ્થળે ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્

રાજ્યના વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક સ્થળે ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દાહોદના ગરબાડાના મતવામાં મોડી રાત્રે કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર ચારમાંથી બેનો બચાવ થયો હતો, તો બીજી તરફ ચાર લોકો લાપતા થયા હતા.
પાણીનો પ્રવાહ વધતા તેમાં કાર તણાઈ
કાર તળાવના કોતરના નાળા પરથી પસાર થઈ રહી હતી ત્યારે તે પાણીમાં ખાબકી હતી. પાણીનો પ્રવાહ વધતા તેમાં કાર તણાઈ હતી.
ફાયરના જવાનોએ JCBની મદદથી કારને બહાર કાઢી
ઘટનાની જાણ થતાં જ ફાયર, મામલતદાર અને પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. લાપતા થયેલા લોકોની ફાયરના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફાયરના જવાનોએ JCBની મદદથી કારને બહાર કાઢી હતી.






